FmD4FRX3FmXvDZXvGZT3FRFgNBP1w326w3z1NBMhNV5=
items

How to transfer WhatsApp data from Android to iPhone free

WhatsAppમાં આવ્યું શાનદાર ફિચર, Android થી iPhoneમાં ડેટા ટ્રાન્સફર કરવો સહેલો થશે



WhatsApp પર યુઝર્સની સુવિધા માટે એક નવું અપડેટ આવ્યું છે, આ અપડેટથી યુઝર્સ WhatsApp ચેટને એન્ડ્રોઇડમાંથી આઇફોનમાં ટ્રાન્સફર કરી શકશે. અત્યાર સુધી ઘણા યુઝર્સ WhatsAppને ટ્રાન્સફર કરવા માગતા હતા પરંતુ કોઈ ફીચર ન હોવાને કારણે આ શક્ય ન હતું. આ ફિચર Move To iOS' Appમાં ઉપલબ્ધ હશે. એટલે કે નવા આઈફોન યુઝર્સને ફોન સેટ કરતા સમયે આ વિકલ્પ આપવામાં આવશે.

નોંધનીય છે કે, આ વિકલ્પ પહેલાં WhatsApp બીટા વર્ઝન પર જ ઉપલબ્ધ હતું. પરંતુ આ અઠવાડિયે બધા જ યુઝર્સ માટે આ ફીચર રિલીઝ કરવામાં આવશે. ગત વર્ષે જ ગૂગલ અને WhatsAppએ જાહેરાત કરી હતી કે, યુઝર્સ iOSથી Android પર ડેટા ટ્રાન્સફર કરી શકે છે.

તો હવે યુઝર્સ Androidમાંથી iOS પર WhatsApp ચેટ્સને ટ્રાન્સફર કરી શકાશે. આ ફિચરનો ઉપયોગ કરવા માટે Android ફોનમાં વર્ઝન5 અથવા તેથી લેટેસ્ટ વર્ઝન હોવું જોઈએ. જયારે WhatsApp Android 2.22.7.74 કે પછીનું વર્ઝન હોવું જોઈએ. આ સિવાય iOS 15.5 કે પછીનું લેટેસ્ટ વર્ઝન હોવું જોઈએ.

મેટાના CEO માર્ક ઝુકરબર્ગેએ આ ફીચરને લઈને એક ફેસબુક પોસ્ટ પણ શેર કરી છે. આ પોસ્ટમાં લખ્યું છે કે, આ નવા ફિચરથી Androidમાંથી iOS પર WhatsApp ચેટ્સ, ફોટો અને વીડિયો ટ્રાન્સફર કરી શકશો.

Android થી iPhoneમાં WhatsApp ચેટ ટ્રાન્સફર કરવાની પ્રોસેસ

  1. ચેટ ટ્રાન્સફર માટે બંને ડિવાઇસ એક જ વાઇ-ફાઇ નેટવર્કથી કનેક્ટેડ રાખવા પડશે.
  2. Move To iOS App એપનો ઉપયોગ કરવામાટે સેટિંગ્સમાં જઈને આઈફોનને રીસેટ કરો.
  3. એન્ડ્રોઇડ ફોન પર Move To iOS App એપ્લિકેશન ઓપન કરો અને તેમાં આપેલી પ્રોસેસને અનુસરો.
  4. તમે Android અને iPhone એપ પર જુઓ છો તે કોડ દાખલ કરો. ટ્રાન્સફર ડેટા સ્ક્રીનમાં WhatsApp પસંદ કરો.
  5. એન્ડ્રોઇડ ફોન પર સ્ટાર્ટ બટન પર ક્લિક કરો અને જ્યાં સુધી તમામ ડેટા આઇફોનમાં ટ્રાન્સફર ન થાય ત્યાં સુધી રાહ જુઓ. આ પછી તમારું WhatsApp એકાઉન્ટ એન્ડ્રોઇડ ડિવાઇસ પર સાઇન આઉટ થઈ જશે.
  6. Move to iOS એપ પર પાછા જવા માટે નેક્સ્ટ પર ક્લિક કરો અને હવે તમે Android થી iOS ડિવાઇસ પર ડેટા ટ્રાન્સફર કરી શકો છો. આખી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી રાહ જુઓ.
  7. તમારો iPhone શરૂ કરો અને ડિવાઇસ પર WhatsApp Messenger નું ઇન્સ્ટોલ કરો.તમારા એન્ડ્રોઇડ ફોન પર ઉપયોગમાં લેવાતા સમાન ફોન નંબર સાથે એપ્લિકેશનમાં લોગ ઇન કરો. સ્ટાર્ટ પર ટેપ કરો અને ડેટા ટ્રાન્સફરની રાહ જુઓ.
  8. હવે તમે તમારી નવી iPhone એપ પર તમારા એન્ડ્રોઇડ ફોનનો તમામ WhatsApp ડેટા જોઈ શકશો.

0/Post a Comment/Comments

73745675015091643