FmD4FRX3FmXvDZXvGZT3FRFgNBP1w326w3z1NBMhNV5=
items

17 Dangerous App Remove In your phone

 યૂઝર્સને આ 17 એપ્સના ઉપયોગને લઇને એટલા માટે સાવધ કરવામાં આવે છે, કેમ કે આ 17 એપ્સને લગભગ 50,000 થી વધુ વાર ગ્લૉબલી ડાઉનલૉડ કરવામાં આવી છે.


17 Dangerous App: આજના ઇન્ટરનેટના જમાનામાં આપણે જુદીજુદી એપ્સને ફોનમાં ઇન્સ્ટૉલ કરી દઇએ છીએ, આમાં કેટલીક કામની તો કેટલીક ગેમ્સ અને મનોરજનની એપ્સ હોય છે. પરંતુ શું તમને ખબર છે આવી એપ્સમાં કેટલીક એપ્સ વાયરસથી ભરેલી હોય છે અને તમારા ડેટા માટે જોખમ ઉભુ કરી શકે છે. હાલના સમયમાં કેટલીય એવી ખતરનાક અને ફેક એપ્સ અવેલેબલ છે, આમાંથી 17 એપ્સની ઓળખ થઇ છે, જે ખરેખર વાયરસથી ભરેલી છે અને ખતરનાક પણ છે, જો તમારા ફોનમાં આ એન્ડ્રોઇડ એપ્સ હોય તો તાત્કાલિક તેને ડિલીટ કરી દો.

PhoneArena નો Report - PhoneArena ના રિપોર્ટ અનુસાર, એક રિસર્ચ કરવામાં આવ્યુ છે, આ રિસર્ચમાં કેટલીય એપ્સની ઓળખ થઇ છે, જે યૂઝર્સના ઉપયોગ માટે ખુબ ખતરનાક છે. આ એપ્સ ડેટાની સાથે જ યૂઝર્સના બેન્કમાથી પૈસા પણ ઉડાવી શકે છે. જોકે આ એપ્સને ઓફિશિયલ રીતે ગૂગલ પ્લે સ્ટૉર પરથી હટાવી દેવામાં આવી છે. અહીં અમે તમને આ એપ્સનુ લિસ્ટ બતાવી રહ્યાં છીએ, જો આમાંથી તમારા એન્ડ્રોઇડ ફોનમાં આ એપ્સ હોય તો તેને તરતજ ઇનઇન્સ્ટૉલ કરી દો.

ખતરનાક એપ્સનું લિસ્ટ - Document Manager Coin Track Loan - Online Loan Cool Caller Screen PSD Auth Protector RGB Emoji Keyboard Camera Translation Pro Fast Pdf Scanner Air Balloon Wallpaper Colorful Messenger Thug photo editor Anime Wallpaper Peace SMS Happy Photo Collage Pellet Messages Smart Keyboard 4K Wallpapers Original Messenger

સાવધ રહેવુ કેમ જરૂરી ? 

યૂઝર્સને આ 17 એપ્સના ઉપયોગને લઇને એટલા માટે સાવધ કરવામાં આવે છે, કેમ કે આ 17 એપ્સને લગભગ 50,000 થી વધુ વાર ગ્લૉબલી ડાઉનલૉડ કરવામાં આવી છે. સાથે જ આ એપ્સની રેટિંગ 4.8 કે તેનાથી વધુ છે. આવામાં યૂઝર્સ માટે ફેક કે નકલી એપ્સની ઓળખ કરવી મુસ્કેલ થઇ જાય છે.

0/Post a Comment/Comments

73745675015091643